હાલ ફટાકડાની બજારમાં મંદીનો માહોલ જોવા મળતાં વેપારીઓ નિરાશ
Live TV
-
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. જો કે બજારમાં હજુ સુધી દિવાળીની ખરીદીનો જોઈએ તેવો માહોલ જામ્યો નથી
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. જો કે બજારમાં હજુ સુધી દિવાળીની ખરીદીનો જોઈએ તેવો માહોલ જામ્યો નથી. મોરબીની ફટાકડાની બજારમાં મંદી જોવા મળી રહી છે. હોલસેલ ફટાકડા બજારની વાત કરીએ તો નવરાત્રિથી રીટેલરો ખરીદી શરૂ કરી દેતા હોય છે. જો કે આ વર્ષે ગત વર્ષની સરખાણીમાં ખરીદી ઓછી જોવા મળી રહી છે. હોલસેલના વેપારીઓએ દર વર્ષની ખરીદીનો અંદાજ લગાવીને ફટાકડાનો સ્ટોક કર્યો છે પરંતુ હાલ ફટાકડાની બજારમાં મંદીનો માહોલ જોવા મળતાં વેપારીઓ નિરાશ થયા છે.