મોંઘવારીના મોરચે લડી રહેલા સામાન્ય નાગરિકો માટે રાહત
Live TV
-
છૂટક મોંઘવારીનો દર આ વર્ષની સૌથી નીચી 3.31 ટકાની સપાટીએ પહોંચ્યો.
મોંઘવારીના મોરચે લડી રહેલા સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર છે.ઓક્ટોબર મહિનામાં રસોઈ સંબધિત ખાદ્યવસ્તુઓ, ફળો, અને પ્રોટિનથી ભરપૂર ખાદ્યચીજવસ્તુઓ સસ્તી થવાના કારણે છૂટક મોંઘવારીનો દર આ વર્ષની સૌથી નીચી 3.31 ટકાની સપાટીએ પહોંચી ગયો છે. સરકારી આંકડા પ્રમાણે સપ્ટેમ્બર 2018માં ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક આધારિત ફુગાવાનો દર 3.77 ટકા હતો.જે ઓક્ટોબર 2017માં 5.8 ટકા હતો.