શેરબજારમાં આઈટી સિવાયના શેરોમાં જોવા મળી નબળાઈ
Live TV
-
RIL, HDFC બેંક, SBI, HDFC, ટાટા મોટર્સ ICICI બેંક, મારૂતિના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો
રૂપિયામાં નબળાઈ અને એશિયાઈ બજારોમાં મિશ્રિત સંકેતોની અસર બજાર પર પડતા આઈટીને છોડી તમામ સેકટરના શેરોમાં આજે નબળાઈ જોવા મળી હતી. PSU બેંક,ઓટો અને મેટલના શેરોમાં વેચાણ વધતા સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જયારે નીફટીમાં પણ સવાસો અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. RIL, HDFC બેંક, SBI, HDFC, ટાટા મોટર્સ ICICI બેંક, મારૂતિના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ345 અંક તૂટી 34 હજાર812 ના અંકે અને નિફટી પણ 103 અંક તૂટી 10 હજાર 482 અંક પર બંધ રહ્યો હતો.