MSME સેક્ટરના ઉદ્યમિઓને 59 મિનિટમાં લોન મંજૂરીના દેશભરના પ્રથમ લાભાર્થી બન્યા અમદાવાદના વિમલ મિશ્રા
Live TV
-
અમદાવાદના એમ.એસ.એમ.ઈ.ના ઉદયથી વિમલ મિશ્રાને માત્ર 40 મિનિટમાં લોન મંજૂર થઈ ગઈ હતી અને 24 કલાકમાં લોનની રકમ મળી ગઈ હતી.
તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા એમ.એસ.એમ.ઈ. સેક્ટરને સરળતાથી લોન મળી શકે તે માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલના માધ્યમથી નાના અને મધ્યમ એટલે કે એમ.એસ.એમ.ઈ. સેક્ટરના ઉદ્યોગકારોને માત્ર 59 મિનિટમાં લોન મંજૂર થઈ જશે. ત્યારે અમદાવાદના એમ.એસ.એમ.ઈ.ના ઉદયથી વિમલ મિશ્રાને માત્ર 40 મિનિટમાં લોન મંજૂર થઈ ગઈ હતી અને 24 કલાકમાં લોનની રકમ મળી ગઈ હતી. દૂરદર્શન સાથેની વાતચીતમાં આ લોનના દેશભરના પ્રથમ લાભાર્થી વિમલ મિશ્રાએ આ બાબતે ખુશી વ્યક્ત કરી હતી.