રાજકોટના બીએપીએસ મંદિર ખાતે ચોપડા પૂજનનો કાર્યક્રમ યોજાયો
Live TV
-
રાજકોટના બીએપીએસ મંદિર ખાતે ચોપજા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હજારોની સંખ્યામા હરિભક્તો જોડાયા હતા
આજે દેશભરમા ઉજાસના પર્વ એવા દિવાળીની ઉજવણી કરવામા આવી રહી છે. હિન્દુ ધર્મ અનુસાર દિવાળીના પાવન પર્વના રોજ વેપારીઓ દ્વારા ચોપડા પૂજન કરવામા આવતુ હોય છે. ત્યારે આજે રાજકોટના બીએપીએસ મંદિર ખાતે ચોપજા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હજારોની સંખ્યામા હરિભક્તો જોડાયા હતા. આ દરમિયાન કોઈએ ચોપડા, કોઈએ ટેબ્લેટ તો કોઈએ પોતાના લેપટોપની પૂજા કરી હતી. સાધુસંતોની હાજરીમાં હરિભક્તોએ વેદોક્ત પધ્ધતિથી શોડષોપચાર વિધી સાથે ચોપડા પૂજન કર્યુ હતુ.