શેરમાર્કેટના વિશેષ સત્રમાં થશે મુહુર્ત ટ્રેડિંગ
Live TV
-
બીએસઈ અને એનએસઈમાં સાંજે પાંચ વાગ્યા બાદ ટ્રેડિંગ શરૂ થશે અને સાડા છ વાગ્યે પુરી થશે
શેરમાર્કેટમાં દિવાળીના દિવસે વિશેષ સત્ર હોય છે. ત્યારે આજે શેરમાર્કેટમાં મુહુર્ત ટ્રેડિંગ થશે. બીએસઈ અને એનએસઈમાં સાંજે પાંચ વાગ્યા બાદ ટ્રેડિંગ શરૂ થશે અને સાડા છ વાગ્યે પુરી થશે. આ દરમિયાન રોકાણકારો શેરની ખરીદી અને વેચાણ કરી શકશે. મહત્વનું છે કે આ દિવાળીની સાથે હિન્દુ વર્ષ વિક્રમ સંવત 2015ની શરૂઆત થવા જઈ રહી છે. ભારતીય પરંપરા અનુસાર દિવાળીના દિવસે દેશના અનેક ભાગોમાં નવા વર્ષની શરૂઆત પણ થાય છે અને નવા વર્ષે લોકો શેરની ખરીદી કરે છે. તો આ સાથે શેરમાર્કેટ આવતીકાલે બેસતા વર્ષના દિવસે બંધ રહેશે.