વિદેશી બજારોના સારા સંકેતોના પગલે આજે શેરબજાર ખુલતા જ નોંધાયો ઉછાળો
Live TV
-
સેન્સેકસ 583 પોઈન્ટના વધારા સાથે 35,015ના સ્તરે પહોંચ્યો
વિદેશી બજારોમાં સારા સંકેતોના પગલે આજે ભારતીય શેરબજારમાં શરૂઆતી ઉછાળો જોવા મળ્યો હતો..શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી..સેન્સેકસ 583 પોઈન્ટના વધારા સાથે 35,015ના સ્તરે જોવા મળ્યો.જયારે નિફટીમાં 176 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. તે 10,561.80ની સાપાટીએ પહોંચ્યો છે. ક્રુડ ઓઈલના ભાવમાં થયેલો ઘટાડો અને વિદેશી બજારોના સારા સંકેતોના કારણે ભારતીય બજારોને ફાયદો થયો છે.ક્રૂડ સસ્તું થવાને કારણે ઓઈલ કંપનીઓના શેરોમાં 4 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આંતરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 73 ડોલર પ્રતિ બેરલથી ઘટીને 72.65 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે.