શેરબજારમાં કારોબાર સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સમાં સામાન્ય વધ-ઘટ બાદ 17 અંકના સામાન્ય ઘટાડો થયો, નિફ્ટીમાં 14 અંકનો મામૂલી વધારો
Live TV
-
શેરબજારમાં કારોબાર સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સમાં સામાન્ય વધ-ઘટ બાદ 17 અંકના સામાન્ય ઘટાડો થયો હતો, જ્યારે નિફ્ટીમાં 14 અંકનો મામૂલી વધારો થયો હતો. શેરબજારમાં કારોબાર સપ્તાહના પ્રથમ દિવસે કારોબારમાં કોઈ ખાસ ચડાવ ઉતાર જોવા મળ્યા ન હતા. જેના કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ માત્ર 17.14 અંકના મામૂલી ઘટાડા સાથે 41,558 ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક નિફ્ટી માત્ર 14.80 અંકના મામૂલી વધારા સાથે 12,260.60 અંકની સપાટીએ બંધ રહ્યો હતો.