સુરતમાં ત્રિ-દિવસીય ધી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટેક્સટાઇલ મશીનરીઓનું એક્ઝિબિશન
Live TV
-
ટેક્સટાઇલ મશીનરી ઉત્પાદનમાં મોટું નામ ધરાવતી 6 મોટી કંપનીઓએ લીધો ભાગ
સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે શુક્રવારથી ત્રિ-દિવસીય ધી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટેક્સટાઇલ મશીનરીઓનું એક્ઝિબિશન યોજાયું છે. શુક્રવારે સવારે તેનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો. હાલમાં ટેક્સટાઇલ સેક્ટર મંદીનો માર સહન કરી રહ્યો છે. ટેક્સટાઇલ મંત્રાલય તરફથી વારંવાર મશીનરી અપગ્રેડેશન માટે સૂચન કરાયું છે. ત્યારે આ કાર્યક્રમમાં હાજર રહેલા ટેક્સટાઇલ કચેરીના આસિટન્ટ કમિશ્નર ઇસ્માઇલ શરીફે જ્ણાવ્યું હતું કે, ટેક્સટાઇલ ઉદ્યોગમાં મશીનરીઓનું અપગ્રેડેશન અનિવાર્ય છે. સીટેક્ષ ક્ષેણીના 6ઠ્ઠા એક્ઝિબિશનને ચેમ્બરની બ્રાંડ ગણવામાં આવે છે. ચેમ્બર પ્રમુખ હેતલ મહેતાના જ્ણાવ્યાનુસાર, ટેક્સટાઇલ મશીનરી ઉત્પાદનમાં મોટું નામ ધરાવતી 6 મોટી કંપનીઓએ આ એક્ઝિબિશનમાં ભાગ લીધો છે. જેમાં ચાઇનાની સિગ્નેચર વાન્લી, રીફા, ટાઇટન, કીંગટેક્ષ, જિંગ્વી અને સુલટેક્ષે દસ-દસ હાઇસ્પીડ રેપીયર પ્રદર્શનમાં મુક્યા છે. ચેમ્બરના પ્રતિનિધિ મંડળના વિજય મેવાવાલાના જ્ણાવ્યાનુસાર, સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં 4000 હૂક ધરાવતા રેપીયર મશીનનો ઉપયોગ શરૂ થયો છે. સુરત હવે સાડી-ડ્રેસ મટીરિયલ્સના ઉત્પાદનની સાથો-સાથ ઇનોવેશન તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે 6 હજારથી વધુ હૂક ધરાવતું રેપીયર મશીન 380 સેમીના એક પન્નાને તૈયાર કરી દેશે. આ મશીનની મદદથી નાની સાઇઝના કાપડ તૈયાર થવાની સાથે મોટી સાઇઝના ડિઝાઇનર કાપડ તૈયાર થઇ શકે તેમ છે. સુરતમાં 190 થી 220 સેમી સુધીના કાપડ પર ડિઝાઇન હાઇસ્પીડ રેપીયર મારફતે તૈયાર થાય છે.