સેન્સેક્સ સતત છઠ્ઠા દિવસે નવી ઉંચાઇ સાથે ખુલ્યો
Live TV
-
જૂન ક્વાર્ટરમાં કંપનીઓના સારા પરિણામોનાં પગલે આજે ડોમેસ્ટિક શેર બજારની શરૂઆત નવી ઉંચાઇ સાથે થઈ હતી
જૂન ક્વાર્ટરમાં કંપનીઓના સારા પરિણામોનાં પગલે આજે ડોમેસ્ટિક શેર બજારની શરૂઆત નવી ઉંચાઇ સાથે થઈ હતી. સેન્સેક્સ સતત છઠ્ઠા દિવસે સાડત્રીસ હજાર ચારસો એકાણું અંક સાથે રેકોર્ડ હાઇ સ્તર પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી અગિયાર હજાર બસ્સો અઠ્યોત્તેર અંક પર ખૂલ્યો હતો. જોકે ગણતરીની પળોમાં જ સેન્સેક્સમાં બસ્સો પોઈન્ટ જેટલું ગાબડું પડ્યા બાદ બપોરે એક વાગ્યે બજાર સાડત્રીસ હજાર ત્રણસો ચોરાણુંની સપાટીએ રહ્યું હતું. જ્યારે નિફ્ટી અગિયાર હજાર બસ્સો નેવું પર સ્થિર થયો હતો.