GSTના મે મહિનાનું કલેક્શન 1લાખ બસો નેવ્યાશી કરોડ પહોંચ્યું
Live TV
-
જીએસટીનું મે મહિનાનું કલેકશન એક લાખ બસો નૈવ્યાશી કરોડ રૂપિયા થયું છે. જે ગત વર્ષે આ સમયગાળામાં ચોરાણું હજાર એક સો છ કરોડ જેટલું થયું હતું. આ વર્ષે ગત વર્ષની તુલનામાં છ હજાર બસો 73 કરોડ રૂપિયા વધુ પ્રાપ્ત થયાં છે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ પ્રમાણે, મે 2019માં સરકારને કેન્દ્રિય જીએસટી 17 હજાર 811 કરોડ રૂપિયા અને રાજ્ય જીએસટી તરફથી રૂપિયા 24 હજાર 465 કરોડ પ્રાપ્ત થયા છે.
આ સાથે ઈન્ટ્રીગેટેડ જીએસટીમાં સરકારને રૂપિયા 49 હજાર 891 કરોડ મળ્યાં છે. જેમાં રૂપિયા 24 હજાર 875 કરોડ આયાત દ્વારા મળ્યાં છે. આ ઉપરાંત રૂપિયા 8 હજાર 125 કરોડ સેસ મળ્યું છે. જેમાં આયાત પર લાગેલ સેસ રૂપિયા 953 કરોડ પણ સામેલ છે. આ વર્ષે મે મહિનામાં પ્રાપ્ત થયેલ જીએસટી ગત વર્ષની તુલનામાં 6 પોઇન્ટ 76 ટકા વધારે છે.