Skip to main content
Settings Settings for Dark

અમદાવાદની બીસ્પોક આર્ટ ગેલેરીમાં આંતરરાષ્ટ્રીય અને અન્ય કલાકારોના ચિત્રોનું પ્રદર્શન યોજાયું

Live TV

X
  • અમદાવાદમાં સિંધુ ભવન રોડ પરની બીસ્પોક આર્ટ ગેલેરી ખાતે એક અનોખા ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શનમાં 31 જેટલા આર્ટ પેઇન્ટિંગ્સ અને 26 શિલ્પો મુકવામાં આવ્યા છે.  ચિત્ર પ્રદર્શનમાં 11 જેટલા આંતરરાષ્ટ્રીય કલાકારો ઉપરાંત સ્થાનિક ઊભરતી પ્રતિભાઓના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે.  

    કેન્દ્ર સરકારના આંતરરાષ્ટ્રીય સપોર્ટિંગ હોલોસ્ટિક પ્રોગ્રામિંગને ધ્યાનમાં રાખીને આ નૂતન શરૂઆત થઇ છે. વૈશ્વિક બેન્ચ માર્ક સેટ કરવાના લક્ષ્યાંક સાથે નવી આર્ટ ગેલેરીની આ એક અનોખી પહેલ છે.  આર્ટ ગેલેરીએ આ પહેલ કરતાં,  દેશ અને વિદેશનો કલા સાંસ્કૃતિક વારસો સમૃદ્ધ થશે. આર્ટ ગેલેરીના પ્રદર્શન આયોજનના સંયોજક દેવિન ગવારવાલાએ જણાવ્યું હતું  કે આ પહેલ થકી કલાકારોને એક પ્લેટફોર્મ પર આવીને કલાનું અદાન-પ્રદાન કરવાની તક મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2025 Max Temp : °C Min Temp : °C
apply