અમદાવાદઃ અનંત નેશનલ યુનિ.એ વર્જિનિયા કોમનવેલ્થ યુનિ. સાથે સમજૂતી કરાર કર્યા
Live TV
-
અમદાવાદઃ અનંત નેશનલ યુનિ.એ વર્જિનિયા કોમનવેલ્થ યુનિ. સાથે સમજૂતી કરાર કર્યા
અમદાવાદમાં આવેલી અનંત નેશનલ યુનિવર્સિટીએ વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી સાથે સમજૂતી કરાર-MOU પર હસ્તાક્ષર કર્યા છે. જેનો ઉદ્દેશ કલા , મનોરંજન, ડિઝાઇન, આરોગ્ય સંશોધન અને ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે બંને દેશોના વિદ્યાર્થીઓ વચ્ચે અભ્યાસ અને સંશોધનોના પરસ્પર આદાન પ્રદાન કરવાનો છે. આ સમજૂતી કરાર સાથે અનંત યુનિવર્સિટી " દા વિન્સી સેન્ટર શિફ્ટ રિટેલ લેબ " સાથે જોડાણ કરનાર ભારતની પ્રથમ યુનિવર્સિટી પણ બની છે. જે વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલી ભારત સાથેની પ્રથમ પહેલ છે. આ સમજૂતીથી વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને લોકો વચ્ચે ઉદ્યોગસાહસિકતા તાલીમની ક્ષેત્રે પરસ્પર સહકાર ઊભો થશે.
એમઓયુ હસ્તાક્ષર સમારોહમાં બંને યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. ડૉ. માઈકલ રાવ, VCU ના પ્રમુખ; ડૉ. જીલ બ્લોન્ડિન, વૈશ્વિક પહેલ માટે સહયોગી વાઇસ પ્રોવોસ્ટ અને ડૉ. ગેરેટ વેસ્ટલેક, એસોસિયેટ વાઈસ પ્રોવોસ્ટ ફોર ઈનોવેશન અને દા વિન્સી સેન્ટર ફોર ઈનોવેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, VCU તરફથી હાજર રહ્ચા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય માહિતી કમિશનર અમૃતભાઈ પટેલ, શિક્ષકો, સંચાલકો અને વિદ્યાર્થીઓ સહિત અનંત યુનિવર્સિટીના સભ્યોની પણ ઉપસ્થિત રહ્યા હતાં .
આ પ્રસંગે અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રોવેસ્ટ ડૉ.અનુનયા ચૌબે એ જણાવ્યું હતું કે, “ આ સહયોગથી બે સંસ્થાઓના સહિયારા મૂલ્યો, દ્રષ્ટિ અને હેતુ પર આધારિત અવનવા સંશોધન સાથે માનવ, જીવનશૈલીને વધુ સારી રીતે બદલવા માટે વધુ સારો વૈશ્વિક પ્રયાસ થશે પરિણામે આરોગ્ય, શિક્ષણ અને સાંસ્કૃતિક અદન પ્રદાન સાથે ઉદ્યોગ સાહસિકતામાં વધારો થશે.