Skip to main content
Settings Settings for Dark

અમદાવાદઃ શહેરના 19 અન્ડરપાસમાં બૂમ બેરિયર લગાવાશે

Live TV

X
  • અમદાવાદઃ શહેરના 19 અન્ડરપાસમાં બૂમ બેરિયર લગાવાશે

    અમદાવાદ શહેરમાં ચોમાસામાં દોઢથી બે ઈંચ કે વધુ વરસાદ વરસવાને કારણે મીઠાખળી, પરિમલ, અખબારનગર, શાહીબાગ, નિર્ણયનગર વગેરે અન્ડરપાસમાં પાણી ભરાતાં અન્ડરપાસ બંધ કરવાની ફરજ પડે છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં અખબારનગર અન્ડરપાસમાં ભરાયેલા વરસાદી પાણીમાં AMTSની બસ ફસાઈ ગઈ હતી. જોકે, સદનસીબે તમામ બસ મુસાફરોને હેમખેમ બહાર કાઢી લેવાયા હતા.

    અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા પાઇલોટ પ્રોજેક્ટ તરીકે અખબાર નગર અન્ડરપાસમાં સફળતા સાંપડતાં હવે શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા અન્ડરપાસમાં પણ બૂમ બેરિયર લગાવવામાં આવશે. જેને ધ્યાનમાં રાખીને AMC દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા 19 અન્ડરપાસમાં CCTV કેમેરા, ઓટોમેટિક લેવલ સેન્સર અને બૂમ બેરિયર લગાવવામાં આવશે અને તેનું ઓનલાઇન મોનિટરિંગ કરવામાં આવશે. જેના પરિણામે અન્ડરપાસમાં વરસાદી પાણી ભરાવાની સાથે જ ઓટોમેટિક દરવાજા બંધ થઈ જશે અને તેના પરિણામે અન્ડરબ્રિજમાં ભરાતા વરસાદી પાણીમાં વાહનચાલકોને ફસાઈ જવું પડશે નહીં.

    હવે AMC દ્વારા તમામ અન્ડરપાસમાં ઓટોમેટિક બૂમ બેરિયર ગેટ લગાવવામાં આવશે. જેના કારણે વાહનો પસાર ન થઈ શકે એટલા લેવલ સુધી પાણી ભરાઈ જાય ત્યારે લેવલ સેન્સર મારફતે કોઈપણ કર્મચારી કે વ્યક્તિની હાજરી વિના ઓટોમેટિક ગેટ બંધ થઈ જશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
apply