Skip to main content
Settings Settings for Dark

વૃક્ષારોપણમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતે સ્થાપ્યો નવો કીર્તિમાન

Live TV

X
  • વૃક્ષારોપણમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતે સ્થાપ્યો નવો કીર્તિમાન

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તા. 5 જૂન નિમિતે શરૂ કરાયેલું રાષ્ટ્રવ્યાપી ‘એક પેડ મા કે નામ’ અભિયાન આજે સાચા અર્થમાં ગુજરાત સહિત દેશના રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશમાં ‘જન અભિયાન’ પ્રસ્થાપિત થઇ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ અભિયાન અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં તા. 6 ઓગસ્ટ 2024ની સ્થિતિએ બીજા નંબરે સૌથી વધુ 7.15 કરોડથી વધુ વૃક્ષારોપણ કરી રાજ્યમાં ગ્રીન કવરમાં વધારો કરવા નવો કીર્તિમાન સ્થાપ્યો છે. જ્યારે વસ્તી-વિસ્તારના સાપેક્ષમાં ઉત્તરપ્રદેશ 8.88 કરોડ વૃક્ષારોપણ સાથે દેશમાં પ્રથમ ક્રમે છે.
     
    વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા ‘એક પેડ મા કે નામ’ અભિયાન વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ આજ સુધીમાં દેશના 37 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મળીને કુલ 29.37 કરોડથી વધુ વૃક્ષો વાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે પર્યાવરણ ક્ષેત્રે ભારતે નવો રેકોર્ડ સ્થાપ્યો છે. 

    વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રીના પર્યાવરણલક્ષી ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો ગુજરાતમાં સૌ પ્રથમ ગાંધીનગરથી પોતાના માતાના નામે એક વૃક્ષ વાવીને પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાનમાં સહભાગી થઈને ગુજરાતના મંત્રી મંડળના સભ્યો, ધારાસભ્યો, સાંસદ સભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ, શૈક્ષણિક-સ્વૈચ્છિક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમી નાગરિકોએ પોતાની માતાની યાદમાં એક વૃક્ષ વાવીને તેને ઉછેરવાની કાળજી લઈ રહ્યા છે. આ જન અભિયાનના પરિણામ સ્વરૂપે ગુજરાત આજે ઉત્તરપ્રદેશ બાદ સમગ્ર દેશમાં બીજા ક્રમે છે પરંતુ વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ઉત્તરપ્રદેશ દેશમાં સૌથી વધુ અંદાજે 19.98 કરોડની વસ્તી ઉપરાંત 2,40,928 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતું રાજ્ય છે.  જેની તુલનામાં ગુજરાત અંદાજે 6 કરોડની વસ્તી તેમજ 7,96,024 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે તે જોતા ગુજરાત વૃક્ષારોપણમાં દેશમાં અગ્રેસર છે તેમ કહી શકાય. આ સિદ્ધિ સૌ પર્યાવરણ પ્રેમી ગુજરાતીઓને આભારી છે તેમ, જણાવી મંત્રીએ આ અભિયાનમાં વધુમાં વધુ નાગરિકોને સહભાગી થવા આહ્વાન કયું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
apply