Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

Live TV

X
  • ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

    ગત સાંજે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 148 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.

    રાજકોટના ગોંડલમાં સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે આણંદમાં પણ ભારે કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ખંભાતમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો, અને રાજકોટ શહેરમાં પણ સરેરાશ 3 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ફૂંકાયેલા વાવાઝોડાને કારણે ઝાડ પડવાની ઘટનાઓ પણ નોંધાઈ છે.

    અમદાવાદ શહેરમાં પણ ભારે બફારા અને આકરી ગરમી બાદ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે વરસાદ વરસતા થોડા સમય માટે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

    આજે પણ હવામાન વિભાગ દ્વારા કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
apply