પંચમહાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો: 249 ગ્રામ પંચાયતોમાં 22 જૂને મતદાન
Live TV
-
પંચમહાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો: 249 ગ્રામ પંચાયતોમાં 22 જૂને મતદાન
પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, જેમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાની અને ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. જિલ્લામાં કુલ 155 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને 111 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાવાની છે.
આ પૈકી, 17 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે 26 સરપંચ પદો અને 510 વોર્ડ સભ્યો બિનહરીફ ચૂંટાયા છે. હવે, બાકી રહેલા 391 સરપંચ પદો અને 1993 વોર્ડ સભ્યો માટે આગામી 22 જૂનના રોજ મતદાન યોજાશે. જિલ્લામાં કુલ 266 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની હતી, પરંતુ બિનહરીફ બેઠકોને કારણે હવે 249 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થશે.
જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા હવે આ ચૂંટણી પ્રક્રિયામાં જોડાનાર કર્મચારીઓની નિમણૂક અને તાલીમ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી યોજાવાની હોવાથી બેલેટ પેપર છપાવવા અને મત પેટીઓને સ્ટ્રોંગ રૂમ તથા સ્ટ્રોંગ રૂમથી મતદાન મથક સુધી પહોંચાડવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.