ગુજરાત HCમાં નવા કેસો માટે ઓટો લિસ્ટીંગ સુવિધાનો પ્રારંભ, કોર્ટ સમક્ષ કેસ મુકવામાં વિલંબ નહીં થાય
Live TV
-
ઓટો લિસ્ટીંગ સુવિધાથી વકિલો અને અરજદારોને કોર્ટ સમક્ષ કેસ મુકાવવામાં થતો વિલંબ ટાળી શકાશે.
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધિશ અરવિંદકુમારનાં માર્ગદર્શન અને નિર્દેશ હેઠળ ગુજરાત હાઇકોર્ટમાં આવતા નવા કેસો માટે ઓટો લિસ્ટીંગ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રાર (આઇ ટી) અશોક ઉકરાણીએ આ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાત હાઈકોર્ટમાં જે નવા કેસો રેગ્યુલર જામીન મેળવવા માટે ફાઇલ થાય છે, તે કેસોને ફાઇલ થયાના 2 દિવસની સમય મર્યાદામાં નામદાર કોર્ટ સમક્ષ લિસ્ટ કરી દેવામાં આવશે. આ ઉપરાંત, આગોતરા જામીન અને ક્વોશીંગ પિટીશન માટેના કેસોને ત્રીજા દિવસે નામદાર કોર્ટ સમક્ષ લિસ્ટ કરવામાં આવશે. આ ઓટો લિસ્ટીંગ સુવિધાથી વકિલો અને અરજદારોને કોર્ટ સમક્ષ કેસ મુકાવવામાં થતો વિલંબ ટાળી શકાશે.
