Skip to main content
Settings Settings for Dark

નવસારીની એક એવી શાળા, જ્યાં બાળકો ડિજિટલ કલાસરૂમમાં શિક્ષણ મેળવે છે

Live TV

X
  • રાજય સરકારના જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત બાળકોને ઇ-કન્ટેન્ટ સાથે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.

    દુનિયા સતત બદલાઈ રહી છે, જેમાં ટેકનોલોજીના કારણે લોકો ડિજિટલ થઈ રહ્યા છે. ખાનગી શાળાઓ સાથે સરકારી શાળાઓમાં પણ હવે બાળકોને સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. નવસારી નગરપાલિકા મિશ્ર શાળા નંબર 10માં વિદ્યાર્થીઓ ડિજિટલ કલાસરૂમમાં શિક્ષણ મેળવી રહ્યા છે. રાજય સરકારના જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત બાળકોને ઇ-કન્ટેન્ટ સાથે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આ પ્રાથમિક શાળામા 300 થી વધુ બાળકો લેપટોપ, પ્રોજેક્ટર, પ્રિન્ટર, સ્માર્ટ બોર્ડની મદદથી ક્લાસરૂમમાં ડિજિટલ અભ્યાસ મેળવી રહ્યાં છે.

    બાળકો માત્ર પુસ્તકિયું જ્ઞાન નહિ પણ વર્તમાન સમય ચાલતા ખાનગી શાળાના સ્માર્ટ વર્ગ મુજબ સ્માર્ટ બને અને જ્ઞાન શક્તિમાં વધારો થાય તેવા ઉદ્દેશ્યથી બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. સરકાર દ્વારા ભણે ગુજરાત, સર્વે શિક્ષા અભિયાન જેવા પ્રોજેક્ટ દ્વારા ડિજિટલ કલાસરૂમમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. વર્તમાન વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમા બાળકો સ્માર્ટ શિક્ષણ મેળવી શકે તે માટે સરકારી શાળાઓમાં બાળકોને ભાર વગરનું ભણતર આપવાના  પ્રયાસો કરવામા આવી રહ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply