Skip to main content
Settings Settings for Dark

વરસાદની આગાહીના પગલે CM ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી

Live TV

X
  • રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન 32 જિલ્લાના 219 તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરેલી સંભાવનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રીએ આફતની આગોતરી તૈયારી અંગે પ્રશાસનની કામગીરી અંગે જાણકારી મેળવી હતી. 

    ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 7 થી 10 જુલાઈ દરમ્યાન ભારે થી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. રાજ્યમાં NDRFની 9 અને SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે..તો, રાજ્યના ર૦૬ જળાશયોમાં ૧.૮૯ લાખ MCFT પાણીનો સંગ્રહ થયો છે-રાજ્યમાં હાઈ એલર્ટ અને વોર્નિંગ પર ૧-૧ જળાશય છે...તો, મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૃમ પહોચી 33 જિલ્લાના વહિવટી તંત્ર સાથે બેઠક કરી હાલની સ્થિતિની સમીક્ષા કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply