Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢની જીવાદોરી સમાન વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો

Live TV

X
  • ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં 5,684 ક્યુસેક પાણીની આવક થઈ છે.

    રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન 32 જિલ્લાના 219 તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં પોણા સાત ઇંચ, કોડીનારમાં સવા છ ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢની જીવાદોરી સમાન વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. સતત ત્રણ દિવસથી વરસાદને કારણે વિલીંગ્ડન ડેમમાં નવા નીરની આવક થઈ છે. કલ્યાણપુરમાં છ ઇંચ, મહીસાગરના કડાણામાં છ ઇંચ જ્યારે માંગરોળ, દ્વારકા, ઓલપાડ, રાણાવાવ, હિંમતનગર, ફતેપુરા, જૂનાગઢ, કૃતિયાણામાં ચારથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. મહેસાણા જિલ્લામાં ખેરાલુ, વિસનગર, સતલાસણામાં વરસાદ થયો હતો. ઉપરવાસમાં સારા વરસાદના પગલે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં 5,684 ક્યુસેક પાણીની આવક થઈ છે.

    સાબરકાંઠામાં પણ ઇડર, વડાલી અને ખેડબ્રહ્મા વિસ્તારમાં વરસાદ થયો હતો. વરસાદના પગલે હાથમાંથી નદીમાં નવા નીર આવતા ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી. અંબાજીમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી.  કેટલાક વિસ્તારમાં ઝાડ પડવાના બનાવો અને વીજળી ગુલ થવાના બનાવો બન્યા હતા. કચ્છના માંડવીમાં ભારે વરસાદને પગલે મુંદ્રાથી વડાલા જતો માર્ગ બંધ થયો હતો. રાજકોટમાં ભારે વરસાદને પગલે રૈયા રોડ સહિત અનેક નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. અમરેલી-બાબરાની કાળુભાર નદીમાં વરસાદના કારણે પૂર આવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply