Skip to main content
Settings Settings for Dark

ડાંગના આદિજાતિના ખેડૂતોને બિયારણ તેમજ કેસ ક્રેડિટ વિતરણ કરાયું

Live TV

X
  • ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબિર તાલુકામા જુદા જુદા સ્થળોએ કાર્યક્રમ યોજીને ડાંગના પ્રભારી મંત્રી અને આદિજાતિ વિકાસ, અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલે, ખેડૂતોને ન્યુ ગુજરાત પર્ટન યોજના અંતર્ગત રતાળુ કંદની ખેતી/હળદરની ખેતી માટેના લાભો સહિત કેશ ક્રેડિટનુ પણ વિતરણ કર્યું હતુ. 

    ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી તરીકેનો જિલ્લો જાહેર કરવામા આવ્યો છે. ત્યારે પારંપરિક પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા રતાળુ/હળદરની ખેતી કરીને ખેડૂતો વધુ આવક મેળવી શકે તે માટે બિયારણ વિતરણ, તેમજ સખી મંડળની બહેનો આર્થિક ઉપાર્જનમા આગળ આવે તે માટે કેસ ક્રેડિટના ચેક વિતરણ કરવામા આવ્યા હતા. 

    આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન, પ્રભારી મંત્રી નરેશ પટેલે જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લાને જયારે પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામા આવ્યો છે ત્યારે, ડાંગની જમીનને રસાયણ મુક્ત બનાવવી જોઈએ. સરકારી યોજનાઓનો બહોળા પ્રમાણમા લાભ લઇ તેનો ફાયદાકારક ઉપયોગ કરી ખેડૂતો આર્થિક રીતના મજબૂત થાય તે માટે મંત્રીશ્રીએ અપીલ કરી હતી. 

    ખેડૂતો આર્થિક રીતના મજબૂત બનશે તો, સ્થળાંતરનો પ્રશ્ન હલ થઈ જશે, શિક્ષણ તરફ વધારે ધ્યાન આપી શકાશે. ડાંગના બાળકો શિક્ષણમા સારી સુવિધાઓ પ્રાપ્ત કરીને ઉચ્ચ શિક્ષણ લઈ રહ્યા છે. ઉપસ્થિત પદાધિકારીઓને મંત્રીએ અપીલ કરી હતી કે, ડાંગ જિલ્લાના ખેડૂતોમા કામ કરવાની ધગશ છે, ત્યારે તેઓને યોગ્ય માર્ગદર્શન, સમજણ, પ્રેરણા અને ખેતી કરવાની આવડત અંગે માહિતી પુરી પાડીને તેઓ સારું ઉત્પાદન કરતા થાય, તેમજ તેઓ આર્થિક રીતના પગભર થાય તે જરૂરી છે. 

    કંદમૂળ અને હળદર વિતરણ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવીતે જણાવ્યુ હતુ કે, કંદમૂળ આપણા જીવન સાથે જોડાયેલા છે, જ્યારે દુષ્કાળ પડતો ત્યારે લોકો કંદમૂળ ખાઈને જીવન ગુજારતા હતા. હાલે સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને વેગ મળે તે માટે આ કંદનું વિતરણ કરવામા આવી રહ્યું છે. ત્યારે જિલ્લાના સૌ ખેડૂતોએ તેનો લાભ લઇ ઉપયોગ કરે તે જરૂરી છે. 

    જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તથા પ્રાયોજના કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમા ડાંગ જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવિન પંડ્યા, પ્રાયોજના વહીવટીદાર કે.જે.ભગોરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ જોશી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી નીલમબેન, મહામંત્રી રાજુ ગામીત, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શકુંતલાબેન, તાલુકા પંચાયત સભ્યો, લાભાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply