Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીની અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'ખાદી ઉત્સવ' ના અનોખા કાર્યક્રમમાં હાજરી, અટલ બ્રિજનું કર્યું ઈ-લોકાર્પણ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. તેઓએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાઈ રહેલા “ખાદી ઉત્સવ” ના અનોખા કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ સ્થળ પર 75 રાવણહથ્થા કલાકારો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રિવરફ્રંટ ખાતેના આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટમાંથી 7500 મહિલા ખાદી કારીગરો એકસાથે ચરખાનું જીવંત નિદર્શન કર્યું હતું. પ્રધાનમંત્રીએ હંમેશા ખાદીને પ્રોત્સાહન આપ્યું છે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સાબરમતીનો કિનારો ધન્ય થઇ ગયો. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા. 7500 બહેનોએ ચરખા કાંત્યા છે જેના દ્રારા આજે નવો ઇતિહાસ રચાયો છે. મારું સૌભાગ્ય છે કે મને ચરખો કાંતવા મળ્યો. મારા માટે આ ભાવુક પળ હતી. મને મારૂં બાળપણ યાદ આવી ગયું. મારા ઘરમાં માતા ચરખો કાંતતી હતી. આજે એ દ્રશ્ય ફરીથી મારી આંખ સામે આવી ગયું. ચરખો આઝાદીનું પ્રતિક છે. આજે આઝાદીનો અહેસાસ મને થઇ રહ્યો છે

    ખાદી ઉત્સવ કરીને સ્વતંત્રતા સેનાનીઓને એક ઉપહાર આપ્યો છે. ખાદી ગ્રામો ઉદ્યોગની નવી બિલ્ડિંગનું લોકાર્પણ થયું. સાબરમતી નદી પર બનેલ અટલ બ્રિજનું લોકાર્પણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ અને ગુજરાતના લોકોને શુભેચ્છાઓ પાઠવી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુજરાત આજે એક નવા પડાવ પર આવી પહોચ્યું છે અટલ બ્રિજ ડિઝાઇનમાં પતંગ મહોત્સવનું ધ્યાન રખાયું છે. ગાંધીનગર અને ગુજરાતે અટલજીને સ્નેહ આપ્યો છે. તેમણે કહ્યું કે 1996માં અટલજીએ રેકોર્ડ જીત મેળવી હતી.અટલ બ્રિજ લોકો તરફથી ભાવભીની શ્રદ્વાંજલિ છે. દેશમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ મનાવવામાં આવ્યો. ગુજરાતમાં દરેક ઘરે તિરંગાને લઇ ઉમંગ જોવા મળ્યા. તેમણે કહ્યું કે મન પણ તિરંગો, તન પણ તિરંગો. તિરંગા રેલીમાં રાષ્ટ્રપ્રેમનો ઉત્સાહ જોવા મળ્યો
    ખાદી ઉત્સવમાં પણ આજે આ ઉત્સાહ જોવા મળ્યો છે. ખાદીનો એક યુગ આઝાદીની લડાઇની તાકાત બન્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવી આશા વ્યક્ત કરી કે ખાદી ફરીથી વિકસિત ભારતના સ્વપ્ન પૂર્ણ કરનાર પ્રેરણાસ્ત્રોત બનશે. આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન પૂર્ણ થઇ રહ્યું છે.

    15 ઓગસ્ટે મે પંચ પ્રાણોની વાત કરી હતી. આજે સાબરમતીના તટે પંચ પ્રાણોને ફરીથી યાદ કરૂં છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રની એક્તા વધારવા પૂરજોશમાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply