Skip to main content
Settings Settings for Dark

વલસાડની SOG ટીમે રૂ. 5.50 લાખની રૂ. 500ના દરની 1094 નોટના જથ્થા સાથે 3 યુવકોને ઝડપ્યા

Live TV

X
  • વલસાડની SOGની ટીમે નકલી નોટોનું કૌભાંડ ઝડપી પાડ્યુ છે. અગાઉથી મળેલી બાતમીના આધારે ટીમે ડમી ગ્રાહકને મોકલીને છટકું  ગોઠવ્યું હતું. બાતમીના વર્ણનવાળા ઇસમો આવતા SOGની ટીમે રૂ. 5.50 લાખની રૂ 500ના દરની 1094 નોટના જથ્થા સાથે કપરાડાના 2 અને નાસિકનો એક મળીને 3 યુવકોને ઝડપી પાડયા હતા. જ્યારે નાસિકમાં રહેતો માસ્ટર માઈન્ડ ન મળતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે. 

    આરોપીઓ અસલી નોટની કલર ઝેરોક્ષ કરતા હતા અને આ કલર ઝેરોક્ષ નોટને અંતરિયાળ વિસ્તારના લોકોને અર્ધી કિંમતે આપતા હોવાથી લોકો વધુ પૈસાની લાલચમાં ભોળવાઈ જતા હોવાનું બહાર આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply