મોરબીમાં "પા-પા પગલી યોજના" હેઠળ કુલ 761 આંગણવાડી કેન્દ્રોને આવરી લેવાયા
Live TV
-
મોરબી જિલ્લામાં પા-પા પગલી યોજના હેઠળ કુલ 761 આંગણવાડી કેન્દ્રોને આવરી લેવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લામાં આ યોજના અંતર્ગત આજ દિન સુધીમાં 3 થી 6 વર્ષના લાભાર્થી કુમાર 9 હજાર 781 અને કન્યા 9 હજાર 589 એમ કુલ 19 હજાર 370 બાળકોને લાભ આપવામાં આવ્યો છે. પા-પા પગલી યોજના અન્વયે મોરબી જિલ્લા કક્ષાએ આંગણવાડીના સુચારું સંચાલન માટે DPSEI અને ઘટક લેવલે TPSEIની એક-એક કર્મચારીની નિમણુક કરવામાં આવી છે.
