રાજ્યભરમાં 51,782 બુથો પર આવતીકાલ 28, ઓગસ્ટે મતદાર યાદી સુધારણા કેમ્પનું આયોજન
Live TV
-
મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત રાજ્યભરમાં કુલ 51,782 બુથો પર આવતીકાલે મતદાર યાદી સુધારણા કેમ્પનું આયોજન કરાશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પહેલી ઓક્ટોબર, 2022ના રોજ 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરવા ચૂંટણી કચેરી દ્વારા સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત 21 તથા 28 ઓગસ્ટ અને 4 તથા 11મી સપ્ટેમ્બર રવિવાર એમ ચાર દિવસ સુધારણા કેમ્પોનું આયોજન કરાયું છે. જેમાં મતદાર યાદીમાં નામ દાખલ કરવા, કમી કરવા, સુધારો ફેરફાર કરવા તથા નવા મતદારો ઉમેરવા જેવી કામગીરી કરાશે.
રાજ્યભરના નિયત સ્થળો પર સવારે 10થી સાંજે 11 વાગ્યા સુધી આ કામગીરી કરાશે.
ઉલ્લેખનીય છે કે, મતદાર તરીકે નોંધણી કરાવવા મતદારોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણીતંત્રને માત્ર એક દિવસમાં એક લાખ 21 હજાર 874 અરજીઓ મળી છે.
