Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નોંધાયા 419 નવા કેસ, 454 દર્દીઓ થયા સ્વસ્થ

Live TV

X
  • રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં નવા 419 કેસ નોંધાયા છે. 454 દર્દી સાજા થયા છે. કોરોનાનાં સૌથી વધુ 155 કેસ અમદાવાદમાં નોંધાયા છે, જ્યારે સુરતમાં 96, વડોદરામાં 40, મહેસાણામાં 19, ભાવનગર-ગાંધીનગરમાં 17--17, મોરબી-રાજકોટમાં 12--12, વલસાડમાં 11, ભરૂચ, કચ્છ અને નવસારીમાં 7--7, સુરેન્દ્રનગરમાં 3, આણંદ, પાટણ, પોરબંદર અને સાબરકાંઠામાં 2--2 જ્યારે દાહોદ અને તાપીમાં 1--1 કેસ નોંધાયો છે. તો આજે 1 મહાનગર અને 13 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.  

    રાજ્યમાં કોરોનાનાં કારણે મહેસાણામાં એક દર્દીનું મૃત્યુ થયું છે. તો રાજ્યમાં સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 43,981 લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની રસીનાં કુલ 11,15,76,687 ડોઝ અપાઈ ચૂક્યા છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં 12,19,657 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર વધીને 98.83 ટકા થયો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply