વેધર વોચ ગૃપની યોજાઈ બેઠક, વલસાડમાં 24થી 26 જૂન અતિભારે વરસાદ પડવાની સંભાવના
Live TV
-
આગામી પાંચ દિવસમાં સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગના અધિકારી વેધર વોચ ગૃપની બેઠકમાં મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. વલસાડ જિલ્લામાં આગામી તારીખ 24થી 26 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
રાહત કમિશનરે નવસારી જિલ્લામાં એક તથા અન્ય જિલ્લાઓમાં NDRF અને SDRFની ટીમોને વરસાદની આગાહી મુજબ તહેનાત રહેવાનું સૂચન આપ્યું હતું. કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, 20 જૂન સુધીમાં અંદાજીત 10,24,422 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગયા વર્ષે આ સમયગાળામાં 6,89,472 લાખ હેક્ટર વિસ્તારમાં જ વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 11.87 ટકા વધુ વાવેતર થયું છે.
સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં 1,49,972 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. આ જથ્થો કુલ સંગ્રહશક્તિના 44.89 ટકા છે. રાજ્યનાં 206 જળાશયોમાં 1,88,241 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 33.72 ટકા છે. દક્ષિણ ગુજરાતની દમણગંગા નદીમાં વરસાદના કારણે પાણીની સારી આવક થઇ છે.
