Skip to main content
Settings Settings for Dark

1 જુલાઈએ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે, શાંતિ જળવાઈ રહે તે માટે AMCની યોજાઈ મીટિંગ

Live TV

X
  • શહેરમાં શાંતિ અને ભાઈચારાનું સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે અને શાંતિમય રીતે રથયાત્રા પસાર થાય તે માટે અમદાવાદ શહેર એકતા સમિતિની મીટિંગ યોજાઈ હતી.

    અષાઢી સુદ બીજ 1 જુલાઈના રોજ શુક્રવારે ભગવાન શ્રી જગન્નાથજીના મંદિર-જમાલપુરથી પરંપરાગત 145મી રથયાત્રા શહેરની પરિક્રમાએ નીકળશે. રથયાત્રાના પાવન પર્વ દરમિયાન શહેરમાં શાંતિ અને ભાઈચારાનું સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે અને શાંતિમય રીતે રથયાત્રા પસાર થાય તે માટે અમદાવાદ શહેર એકતા સમિતિની મીટિંગ યોજાઈ હતી.

    અમદાવાદ મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે, હિન્દુ-મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ ધર્મના લોકો રથયાત્રામાં ભાગ લે તે જરુરી છે. જરૂરી તમામ ધર્મના આગેવાનો અને નાગરિકો ભાગ લેતા હોવાથી અમદાવાદ શહેરનું ગૌરવ વધ્યું છે. જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ શ્રી સી. પી. યાદવે જણાવ્યું હતું કે, શહેરની શાંતિ અને એખલાસ જળવાઈ રહે તે માટે મેયર અને સમાજના વિભિન્ન વર્ગના આગેવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. કાયદો અને વ્યવસ્થા તંત્ર સારી રીતે નિભાવવામાં આવશે. ભગવાન સ્વયં પ્રત્યક્ષ જનતાની વચ્ચે જશે. વિપક્ષ નેતાએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રના સહયોગથી શાંતિના માહોલ વચ્ચે રથયાત્રા નીકાળવામાં આવશે. આવા પ્રકારના આયોજન બદલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર એક મહિનામાં ધન્યવાદને પાત્ર છે.

    અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરાએ જણાવ્યું છે કે, મ્યુનિસિપલ તંત્ર એક મહિના થી રથયાત્રાની તૈયારીઓ કરી રહ્યું છે. ભયજનક મકાનો હટાવવામાં આવ્યા છે અને ટ્રી ટ્રીમીંગ કરવામાં આવ્યું છે. કોર્પોરેશન અને પોલીસ બંને તંત્ર સાથે મળીને સતત મીટીંગ કરીને રથયાત્રાને સારી રીતે પૂરી પાડવાની છે. કોઈ પણ કામગીરી હશે તો તાત્કાલિક કરવામાં આવશે અને રાત્રીના સમયે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સઘન કામગીરી કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply