સુરેન્દ્રનગર: 18 થી 59 વર્ષ સુધીના લોકોને વિના મૂલ્યે બુસ્ટર ડોઝ આપવા વિશેષ કેમ્પનું આયોજન
Live TV
-
18 થી 59 વર્ષ સુધીના લોકોને વિના મૂલ્યે બુસ્ટર ડોઝ આપવામાં આવે છે.
કોરોનાને ફેલાતો અટકાવવાના હેતુથી સુરેન્દ્રનગર જિલ્લામાં રસીકરણને તેજ બનાવવામાં આવી રહ્યું છે. કોરોનાની સંભવિત ચોથી લહેરને અટકાવવાના હેતુથી સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ આરોગ્ય કેન્દ્રો પર બુસ્ટર ડોઝ આપવા વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 18 થી 59 વર્ષ સુધીના લોકોને વિના મૂલ્યે બુસ્ટર ડોઝ આપવામાં આવે છે. જિલ્લાના વિવિધ અર્બન કેન્દ્રો, CHC અને PHC તેમજ જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં અને વિવિધ સંસ્થાઓના સહયોગથી અનેક કેન્દ્રો ઉપર બુસ્ટર ડોઝના વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે.
તંત્ર દ્વારા કાર્યરત કરાયેલા વિવિધ કેન્દ્રો ઉપર અત્યાર સુધીમાં પ્રથમ અને સેકન્ડ ડોઝ લઈ ચૂકેલ 13,00,000થી વધુ લોકો બુસ્ટર ડોઝ લઈ ચુક્યા છે. જિલ્લાના તમામ કેન્દ્રો પર સરેરાશ 12 હજાર જેટલા લોકો એક દિવસમાં પ્રિકોશન ડોઝ લઈ રહ્યા છે. બીજી તરફ પ્રજા દ્વારા તંત્રની વિશેષ પહેલને સારો પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી. ગોહિલે લોકોને બુસ્ટર ડોઝ લેવા માટે અપીલ કરી હતી. જિલ્લામાં કોરોનાથી બચવા માટે પ્રથમ અને દ્વિત્તીય ડોઝ લઈ ચૂકેલા લોકોને બુસ્ટર ડોઝ લેવા માટે નજીકના પ્રાથમિક કે સામુહિક આરોગ્ય કેન્દ્ર સહિત બુસ્ટર ડોઝ આપવાના કેમ્પના સ્થળે જઇ બુસ્ટર ડોઝ લેવાની અપીલ કરવામાં આવી છે.
