AMAની માંગણી મુજબ 25 એસી બસની સુવિધા અપાશે, આજથી થશે અમદાવાદ સેનેટાઈઝની કામગીરી
Live TV
-
સ્ટાફકર્મીને ફરજ પર કોરોનાનો ચેપ લાગે તો અપાશે વળતર, આજથી અમદાવાદને સેનેટાઈઝ કરવાનું અભિયાન ચલાવાશે
અમદાવાદમાં કોરોના મહામારીનું સંક્રમણ સતત વધતા ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને વિવિધ ઝોનના ડેપ્યુટી કમિશનર્સ અને આરોગ્ય અધિકારીઓ સામેલ થયા
હતા. આ બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવા નિર્ણય જાહેર કર્યા છે. જેમાં કોર્પોરેશન કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરો-સ્ટાફને વધારાનો પગાર ચૂકવશે. માત્ર AMC જ નહીં જે કોવિડ હોસ્પિટલ જાહેર કરી છે તેમાં ફરજ
બજાવતા તમામ ડોકટર્સ અને અન્ય કર્મચારીઓને વધારાનો પગાર ચુકવવામાં આવશે. જેનો ખર્ચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહન કરશે.એડિશનલ ચીફ સેક્રેટરી ડૉ.રાજીવ ગુપ્તાએ આપેલી માહિતીના મહત્વની મુદ્દાઓ નીચે મુજબ
છે..છેલ્લા 2 દિવસમાં સુપર સ્પ્રેડર્સની તપાસની કામગીરી ખુબ ઝડપથી ચાલી રહી છે. ગઈકાલે બે હજાર જેટલાં સુપર સ્પ્રેડર્સને સ્કેન કરવામાં આવ્યા છે. અને જે સંક્રમિત હશે તે સુપર સ્પ્રેડર્સને અલગ કરીને જલ્દીમાં જલ્દી ફરીથી કરિયાણા
અને શાકભાજીની દુકાનો શરૂ કરવામાં આવશે.- ખાનગી ક્લિનિકના મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફને આવવા જવા માટે અમદાવાદ મેડિકલ એસોસિયેશન પાસે AMC દ્વારા 25 AC બસો ઉભી રાખવામાં આવશે.
- ડેઝિગ્નેટેડ ખાનગી કોવિડ હોસ્પિટલમાં ફરજ દરમિયાન પેરામેડિકલ સ્ટાફ અને ડોક્ટર્સને કોરોનાનો ચેપ લાગશે તો તેની પ્રાઈવેટ ડેઝિગ્નેટેડ કોવિડ 19 હોસ્પિટલમાં ખાસ સારવાર કરાવવામાં આવશે.
- AMC અને સરકારી હોસ્પિટલના કર્મચારીને મળતી સુવિધાઓ અને ઈન્સેન્ટીવ ખાનગી હોસ્પિટલના સ્ટાફને પણ મળશે
- સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા ઈન્સ્યૂરન્સ પેકેજનો પણ લાભ આપવામાં આવશે.
- જ્યારે ખાનગી દવાખાનું ચલાવતા 65 વર્ષથી વધુ ઉંમરના તબીબોને ક્લિનિક ખોલવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
- મ્યુનિસિપલ કોર્પોરેશન ખાનગી અને AMCના પેરામેડિકલ સ્ટાફને પણ ચેપ લાગશે તો વળતર
- નર્સિંગ સ્ટાફને કોરોનાનો ચેપ લાગશે તો 15 હજારની સહાય કરશે અને ડોક્ટર અને તેની સમકક્ષના કર્મચારીને રૂ. 25 હજાર જ્યારે લેબ ટેકનિશિયન અને અન્ય પેરા મેડિકલ સ્ટાફને રૂ.10 હજારનું વળતર