Skip to main content
Settings Settings for Dark

અફઘાનિસ્તાનમાં બંદૂકની ધારીએ 5 ભારતીયોના અપહરણ

Live TV

X
  • અપહ્યત તમામ ભારતીયો ઇસી નામની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના કર્મચારીઓ હોવાનું જાણવા મળ્યું છે. તમામ લોકોને છોડાવવા વિદેશ મંત્રાલય અફઘાનિસ્તાન સરકારના સંપર્કમાં છે

    અફઘાનિસ્તાનમાં અજ્ઞાત બંદૂક ધારીઓએ પાંચ ભારતીય સહિત છ વ્યક્તિઓના અપહરણ કર્યા છે. અફઘાનિસ્તાનના બગલાન વિસ્તારથી બંદૂકધારીઓએ ભારતીય કંપનીમાં કામ કરતાં કુલ છ વ્યક્તિઓને બંદૂકના દમ ઉપર અપહરણ કર્યું હતું. તમામ ઈસી નામની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના કર્મચારી છે. આતંકી સંગઠન તાલિબાન ઉપર ભારતીયોના અપહરણ કરવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ઈસી કંપનીના આ કર્મચારીઓ બગલાન પ્રાંતની રાજધાની પુલએ ખુમરે શહેરના બાગે શમલ ગામથી અપહરણ કર્યા હતા. આ ભારતીય કંપની વીજળીનું કામ કરે છે. 

    વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, તેઓ અફઘાનિસ્તાનના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. આ બનાવમાં અફઘાનિસ્તાનના વિદેશમંત્રીએ ભારતીય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાથે વાતચીત કરી ભરોસો વ્યક્ત કર્યો હતો કે, આ કંપનીના કર્મચારીઓને છોડાવવા અફઘાન વહીવટીતંત્ર અપહરણકર્તાઓ સાથે સંપર્ક કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભારતીયોની સુરક્ષા માટે યોગ્ય પગલાંઓ ભરાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply