અમેરિકાની સફળ યાત્રા પછી સ્વદેશ આવવા રવાના થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની સાત દિવસની સફળ યાત્રા પછી સ્વદેશ પરત ફરવા રવાના થઈ ગયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની સાત દિવસની સફળ યાત્રા પછી સ્વદેશ પરત ફરવા રવાના થઈ ગયા છે. આ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ હાઉડી મોદી કાર્યક્રમને સંબોધન કર્યું હતું. સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત પણ કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74માં સત્રને સંબોધિત કર્યું અને સમગ્ર વિશ્વને આતંકવાદ વિરૂદ્ધની લડાઈ માટે સંગઠિત થવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત છેલ્લા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અલગ અલગ દેશો સાથે દ્વિપક્ષીય બેઠકોમાં મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી હતી.
આ પહેલા પ્રધાનમંત્રીએ યુએનમાં સંબોધન કરતાં સિંગલયુઝ પ્લાસ્ટીક અંગે જણાવ્યું કે આજના સમયમાં સમગ્ર ભારતને સિંગલ યુઝ પ્લાસ્ટીકથી મુક્ત કરાવવાનું એક મોટુ અભિયાન દેશમાં ચાલી રહ્યું છે. આ ઉપરાંત જળવાયુ પરિવર્તન અંગે ભારતે કરેલી પહેલ અને આયુષ્યમાન ભારત યોજના અંગે પણ વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, યુએન શાંતિરક્ષક અભિયાનમાં સૌથી મોટું બલિદાન જો કોઈ દેશનું હોય તો તે ભારત છે. ભારતે વિશ્વબંધુત્વ અને વિશ્વકલ્યાણની ભાવનાને મજબૂત કરવાનું કામ કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યુ અમે તે દેશના વાસી છીએ જેણે દુનિયાને યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા છે, શાંતિનો સંદેશ આપ્યો છે. પ્રધાનમંત્રીનું સંબોધન પૂર્ણ થયા બાદ લોકોએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા.