UN: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં અનેક દેશો સાથે કરી દ્વિપક્ષીય બેઠક
Live TV
-
અમેરિકાની મુલાકાતના અંતિમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક દ્વિપક્ષીય બેઠકો કરી હતી.
અમેરિકાની મુલાકાતના અંતિમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક દ્વિપક્ષીય બેઠકો કરી હતી. જેમાં પીએમ મોદીએ બાંગ્લાદેશ, ભૂટાન અને ગ્રીસના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. આ સાથે જ અમેરિકન રાષ્ટ્રપતિના ચૂંટણી ઉમેદવાર તુલસી ગબાર્ડની પણ મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાલે ન્યૂયોર્કમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાની મુલાકાત કરી હતી. બન્ને નેતાઓએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધી રહેલા બહુઆયામી સંબંધો પર ચર્ચા કરી હતી. મેમાં પ્રધાનમંત્રી તરીકે પોતાના બીજા કાર્યકાળની શરુઆત પછી પ્રધાનમંત્રી મોદી અને શેખ હસીનાની પહેલી મુલાકાત હતી. બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ PMને શુભેચ્છા પણ આપી હતી અને બાંગ્લાદેશ આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રના ઈતર ભૂતાનના પ્રધાનમંત્રી લોતે ત્શેરિંગની પણ મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી અને વિકાસાત્મક ભાગીદારીના સહયોગમાં બન્ને દેશોના સંબંધોની પ્રગતિ પર સંતોષ દર્શાવ્યો હતો.
આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ ગ્રીસના પ્રધાનમંત્રી ક્રિયાકોસ મિત્સોતાકિસની પણ મુલાકાત કરી હતી. UNGAની ઇતર આ બન્ને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી.