રાઈટ ટુ રિપ્લાય અંતર્ગત યુએનમાં ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ
Live TV
-
રાઈટ ટુ રિપ્લાય અંતર્ગત યુએનમાં ભારતના પ્રથમ સચિવ વિદિશા મૈત્રાએ આપ્યો પાકિસ્તાનને જડબાતોડ જવાબ
રાઈટ ટુ રિપ્લાય અંતર્ગત યુએનમાં ભારતના પ્રથમ સચિવ વિદિશા મૈત્રાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતના પ્રથમ સચિવ વિદિશા મૈત્રાએ યુએન મહાસભામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના ભાષણને ઝેર ઓકનારૂ ગણાવ્યું હતું.
ભારતે રાઈટ ટુ રિપ્લાય અંતર્ગત સંયુક્ત રાષ્ટ્રમાં જવાબ આપ્યો હતો. UNમાં ભારતના પ્રથમ સચિવ વિદિશા મૈત્રાએ પાકિસ્તાનને જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનું ભાષણ દ્વેષભાવયુક્ત હતું. પાકિસ્તાને યુએનના મંચનો દુરૂપયોગ કર્યો હતો.
પ્રથમ સચિવ વિદિશા મૈત્રાએ એ પણ કહ્યું હતું કે પાકિસ્તાને આતંકવાદી ઓસામા બિન લાદેનનો જાહેરમાં બચાવ કર્યો હતો. ઈમરાન ખાને અણુ હુમલાની ધમકી આપીને અસ્થિરતાની સ્થિતિ સર્જવાની કોશિષ કરી હતી. પાકિસ્તાનમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાવીને આતંકવાદી પ્રવૃત્તિઓ વિશે વૈશ્વિક પ્રતિનિધિમંડળ પાકિસ્તાનની મુલાકાત લે તેવી પણ માંગણી કરી હતી.