અમેરિકામાં 12 વર્ષથી મોટી ઉંમરના લોકોને પર ફાઇઝરની વેક્સીન અપાશે
Live TV
-
અમેરિકાએ કોરોના સામેના જંગમાં મહત્વનું પગલું લીધું છે. અમેરિકાએ બાર વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફાઇઝર વેક્સિન આપવાની મંજૂરી આપી દીધી છે. વિશ્વમાં કોરોના સંક્રમણના કુલ કેસ 15 કરોડ 95 લાખને પાર કરી ચુક્યા છે.
અમેરિકાએ કોરોના સામેના જંગમાં મહત્વનું પગલું લીધું છે. અમેરિકાએ બાર વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફાઇઝર વેક્સિન આપવાની મંજૂરી આપી દીધી છે. વિશ્વમાં કોરોના સંક્રમણના કુલ કેસ 15 કરોડ 95 લાખને પાર કરી ચુક્યા છે. વિશ્વમાં 33 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે. જોકે વિશ્વમાં 13 કરોડ 72 લાખ લોકો સાજા પણ થયા છે. અમેરિકામાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 3 કરોડ 35 લાખને પાર થઇ ચુક્યો છે. બ્રાઝિલમાં કુલ કેસની સંખ્યા 1 કરોડ 52 લાખથી વધી ચુકી છે. બ્રિટનમાં કોરોના પછી સ્થિતી સામાન્ય થઇ રહી છે. પ્રધાનમંત્રી બોરિસ જોન્સને જણાવ્યું હતું કે આગામી સપ્તાહથી લોકડાઉનમાં ધીરે ધીરે છુટછાટ શરૂ અપાશે. બ્રિટનમાં થિયેટર, સિનેમા , મ્યુઝિયમ અને બાળકો માટે પ્લે એરિયા ખુલ્લા થશે. પરંતુ ઓફિસો, હોટલ્સ અને દુકાનોમાં કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે.
