દેશને કોવિડ સંકટમાં મળી રહી છે આંતરરાષ્ટ્રીય સહાય
Live TV
-
દેશને કોવિડ સંકટમાં આંતરરાષ્ટ્રીય સહાયનો સિલસિલો જારી છે. ઇઝરાયલથી કોરોના રાહત સામગ્રીની ત્રીજી ખેપ ભારત પહોંચી ચુકી છે. જ્યારે ઇજીપ્તથી પણ ત્રણ વિમાન તબીબી ઉપકરણો સાથે ભારત પહોંચ્યા હતા. બ્રિટિશ ઓક્સિજન કંપની, ભારતને કુલ 5000 ઓક્સિજન સિલીન્ડર પુરા પાડવાની છે, જેમાંથી 1 હજાર 350 ઓક્સિજન સિલીન્ડર્સ ભેટ રૂપે આપી ચુકી છે. કતાર અને ફ્રાન્સ તરફથી પણ ભારતને મદદ મળી રહી છે. ફ્રાન્સે સમુદ્રી રસ્તે મેડિકલ ઓક્સિજન પુરવઠો પુરો પાડ્યો છે. 40 ટન ઓક્સિજનની પ્રથમ ખેપ મુંબઇ પહોંચી ચુકી છે. નેધરલેન્ડે પણ મદદ પૂરી પાડી છે. સિંગાપુરથી ઓક્સિજન કન્ટેનર અને ઓક્સિજન સિલીન્ડર લઇને આઇએનએસ ઐરાવત, વિશાખાપટ્ટણમ પહોંચી ચુક્યું છે. જયારે 36 વેન્ટિલેટર, વાઇટલ દવાઓ અને અન્ય તબીબી ઉપકરણોનું શિપમેન્ટ ઓમાનથી ભારત પહોંચ્યું. સાથે ઓમાનના ભારતીય સમુદાય દ્વારા 30 જેટલા O2 કન્સન્ટ્રેટર્સ અને 100 જેટલા O2 સિલિન્ડરની ભેટ પણ પહોંચી. કેન્દ્ર સરકાર તત્પરતા સાથે વિદેશી સામગ્રીનું રાજ્યોમાં વિતરણ કરી રહી છે.
