દક્ષિણ કોરિયાથી ગઇકાલે બે વિમાનમાં તબીબી સહાય સામગ્રી ભારત પહોંચી
Live TV
-
કોવિડ વિરૂદ્ધ દેશમાં ચાલી રહેલી લડાઇને આંતર રાષ્ટ્રીય સહયોગ પણ મળી રહ્યો છે. દક્ષિણ કોરિયાથી ગઇકાલે બે વિમાનમાં તબીબી સહાય સામગ્રી ભારત પહોંચી હતી. કતારથી પણ 200 ઓક્સિજન કોન્સન્ટ્રેટર 40 વેન્ટિલેટર અને 4,300 રેમડેસિવિર ડોઝ ભારતને મળ્યા છે. કેનેડાથી ગઇકાલે 300 વેન્ટિલેટર વિમાન માર્ગે ભારત પહોંચ્યા હતા. જાપાન પણ વીતેલા બે દિવસમાં ચાર વિમાનોની મદદથી 200 ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભારત મોકલી ચૂક્યું છે. ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ અને પોર્ટગુલ તરફથી પણ ભારતને સહાય મળી રહી છે. બીજી તરફ રાજ્યોને મેડિકલ ઓક્સિજન પુરવઠો પહોંચાડવા રેલવે તંત્ર અથાગ પ્રયાસ કરી રહ્યું છે. દુર્ગાપુરથી રવાના થયેલી પ્રથમ ઓક્સિજન એક્સપ્રેસ 80 મેટ્રિક ટન પુરવઠા સાથે તામિલનાડુ પહોંચી છે. ઓક્સિજન એક્સપ્રેસની મદદથી એનસીઆરમાં અત્યાર સુધીમાં 3 હજાર 900 મેટ્રિકટન ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે. ઓક્સિજન એક્સપ્રેસની મદદથી દેશભરમાં અત્યાર સુધીમાં 7 હજાર 115 મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનનો પુરવઠો પહોંચી ચૂક્યો છે.
