Skip to main content
Settings Settings for Dark

આજે છે આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ જાણો આ દિવસની જાણી અજાણી વાતો

Live TV

X
  • આજે છે આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ જાણો આ દિવસની જાણી અજાણી વાતો

    15 મેનો દિવસ વિશ્વ કુટુંબ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવારથી જ ઓળખાય છે અને પરિવારથી સંપન્ન થાય છે. કોઈ પણ વ્યક્તિ ગમે તેટલું કમાતું કોઈ કે પછી ભણેલું હોય પણ એ વ્યક્તિ પરિવાર વગર હંમેશા એકલતા જ અનુભવે છે. આ દિવસે વૈશ્વિક સ્તરે આ દિવસ ઉજવાય છે. 

    વિશ્વ કુટુંબ દિવસનો ઇતિહાસ 
    આ દિવસની ઘોષણા યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 1993માં કરવામાં આવી હતી .ત્યારથી 15 મેના દિવસને વિશ્વ કુટુંબ દિવસ તરીકે આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે.છે. આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસની ઉજવણી વિશ્વભરના લોકોને તેમના પરિવારો સાથે જોડાયેલા રહેવા અને કુટુંબ સંબંધિત વસ્તુઓ પ્રત્યે સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવે છે.

    વિશ્વ કુટુંબ દિવસ ઉજવવા પાછળનો ઉદેશ્ય 
    આ દિવસનો ઉદેશ્યએ છે કે, આખો પરિવાર એક સાથે રહીને એક બીજા સાથે વાત કરે અને એક-બીજાને સમજે. કોઈ પણ માણસ આ દિવસે એકલતા ના અનુભવે તેમજ તે સમજવા કે આખું પરિવાર જયારે સાથે હોય તો તે માનસિક તેમજ શારીરિક રીતે બધી પરિસ્થિતિઓમાં ઉભું રહેવા સક્ષમ હોય છે. કોઈનું પણ પરિવાર કોઈના લીધે ના તૂટે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજની યુવા પેઢીને પરિવારનું મહત્વ સમજાય તે માટે પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ સમજાવે છે કે, પરિવારના દરેક સભ્યએ સારા કે ખોટા સમયમાં એક બીજા સાથે ઉભું રેહવું જોઈએ. 

    આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસનો આ વર્ષનો વિષય 
    દર વર્ષે વિશ્વ કુટુંબ દિવસની થીમ નક્કી કરવામાં આવે છે. કોરોના પછી ટેક્નોલોજીનું મહત્વ વધી ગયું છે. શિક્ષા, કામ, વ્યવસાય, મનોરંજન બધા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવામાં બધા જ પરિવારોને નવી ટેક્નોલોજી સાથે પરિચિત કરાવા માટે આ વર્ષની થીમ ફેમિલી અને ન્યૂ ટેક્નોલોજી રાખવામાં આવ્યો છે. 

    કેવી રીતે વિશ્વ કુટુંબ દિવસની ઉજવણી થાય છે?
    આ દિવસ દરેક દેશમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. કોરોના કાળ પહેલા આ દિવસે દૂર રહેતા પરિવારના સભ્યો ઘરે આવે અને વેલી પળોને યાદ કરી આનંદ માણતા હતા અને આ દિવસની સાથે મળીને ઉજવણી કરતા હતા. પણ કોરોનાના કારણે લોકો એક બીજા સાથે ટેક્નોલોજીના માધ્યમથી જોડાય છે અને આ દિવસની ઉજવણી કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply