Skip to main content
Settings Settings for Dark

આજે છે વિશ્વ થેલેસેમિયા ડે જાણો શું છે આ રોગ

Live TV

X
  • આજના દિવસને વિશ્વ થેલેસેમિયા ડે તરીકે વિશ્વમાં ઓળખ મળી છે. આજના દિવસે લોકોને થેલેસીમિયા બીમારી પ્રત્યે જાગૃત કરવા માટે પ્રયાસો કરવામાં આવે છે. દર વર્ષે આ દિવસે થેલેસેમિયા ડે મનાવવામાં આવે છે. થેલેસેમિયા એક પ્રકારની રક્તની બીમારી છે જે વારસામાં મળતી હોય છે. આ દિવસે વૈજ્ઞાનિકો જે થેલેસેમિયાનો ઈલાજ શોધવા પ્રયાસ કરી રહ્યા છે તેમને પણ સન્માન આપવામાં આવે છે.

    થેલેસેમિયા રોગ એટલે શું?
    થેલેસેમિયા થી પીડાતા લોકોના લોહીમાં આ બીમારી હોય છે. જેના કારણે તેમના શરીરમાં લોહી બનવાની પ્રક્રિયામાં મુશ્કેલી થતી હોય છે જેના કારણે દર્દીના શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ રહેતી હોય છે. જેના કારણે સ્વાસ્થ્યમાં ગંભીર સમસ્યા ઉત્પન્ન થાય છે. WHO અનુસાર ભારતમાં 4 મિલિયન જેટલા લોકો થેલેસેમિયા બીમારીથી પીડાઈ રહ્યા છે. થેલેસેમિયા 2 પ્રકારના હોય છે માઈનર અને મેજર.

    માઈનર થેલેસેમિયા થવાની સંભાવના તેવા બાળકોને હોય છે જેમના માતા અથવા પિતા બંને માંથી કોઈ એકને થેલેસેમિયાની બીમારી હોય. અને મેજર થેલેસિમિયા તેવા બાળકોમાં થતો હોય છે જેમના માતા અને પિતા બંનેને થેલેસેમિયા હોય. મેજર થેલેસેમિયામાં માણસને 30 વર્ષની ઉંમરની અંદર ગંભીર બીમારી થવાની શક્યતા હોય છે. રોગના લક્ષણો બાળકમાં 3 મહિના પછી દેખાતા હોય છે. લક્ષણોમાં મોઢું સુકાવું, વજન ના વધવું, કમજોરી લાગવી, વારે વારે બીમાર પડવું, હાડકામાં કળતર થવી વગેરે લક્ષણ દેખાય છે. 

    થેલેસેમિયાના દર્દી છીએ કે નહિ તે કેમ જાણવું?
    થેલેસેમિયા માટે 2 પ્રકારના ટેસ્ટ કરાવી શકાય છે એક એચબી ઇલેક્ટરોસીસ અથવા પછી એચબી એ 2 નામના ટેસ્ટ કરાવી તમે થેલેસેમિયાના દર્દી છો કે નહિ તે જાણી શકો છો. જેમાં થી  એચબી એ 2 એ એક બ્લડ ટેસ્ટ છે જેનાથી તમને સામાન્ય થેલેસેમિયા છે કે નહિ તે ખબર પડે છે. 

    થેલેસેમિયામાં શું ખાવું જોઈએ ?
    થેલેસેમિયામાં ફળમાં સફરજન અને કેળા ખાવા જોઈએ. પત્તાવાળા શાકભાજી, બ્રોકલી સાથે જ ફોલિક એસિડ અને બી-12વાળા ખોરાક લો. સાથે જ વિટામિન સી અને આયર્ન વાળા ખોરાક થી દૂર રહો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
apply