અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે આજે બેઠક મળશેઃ દ્વિપક્ષીય સંબંધ મજબૂત થવાની આશા
Live TV
-
અમેરિકાના રાષ્ટ્ર્પતિ જૉ બાઈડન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચે આજે જીનીવા ખાતે બેઠક યોજાનાર છે.
અમેરિકાના રાષ્ટ્ર્પતિ જૉ બાઈડન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચે આજે જીનીવા ખાતે બેઠક યોજાનાર છે. અમેરિકી રાષ્ટ્રપતિ જૉ બાઈડને આ બેઠક અંગે જણાવ્યું હતુ કે, રશિયા સાથેના કેટલાક ન ઉકેલાયા પ્રશ્નો અંગે આ બેઠકમાં ચર્ચા થશે.
આ બેઠક અંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને જણાવ્યું છે કે, રશિયા તમામ મુદ્દાઓ પર વાતચીત કરવા માટે તૈયાર છે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધ મજબૂત થવાની તેમણે આશા વ્યક્ત કરી હતી.
