Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશે જોન્સન એન્ડ જોન્સનની કોરોના રસીના વપરાશની ઈમરજન્સી મંજૂરી આપી

Live TV

X
  • બાંગ્લાદેશ સરકારે જોન્સન એન્ડ જોન્સનની સિંગલ ડોઝ કોરોના રસીને ઈમરજન્સી વપરાશ માટે મંજૂરી આપી દીધી છે. આ રસીનો એક જ ડોઝ લીધા બાદ કોરોના સામે લડતા એન્ટીબોડી બને છે અને કોરોના સામે સુરક્ષા પુરી પાડે છે.

    બાંગ્લાદેશ સરકારના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (DGDA)એ પોતાની અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, જોન્સન એન્ડ જોન્સનની સિંગલ ડોઝ વેક્સિનને ઈમરજન્સી વપરાશ માટે મંજૂરી અપાઈ છે. જોન્સ એન્ડ જોન્સન એ છઠ્ઠી કોરોના રસી છે જેને બાંગ્લાદેશે ઈમરજન્સી વપરાશ માટે મંજૂરી આપી છે. આ પહેલાં ચીનની કોરોનાવેક, અમેરિકાની ફાઈઝર, ભારતના સિરમ ઈન્ટસ્ટીટ્યુટની કોવિશિલ્ડ, રશિયાની સ્પુતનીક-V અને ચીનની સિનોફાર્મા એમ કુલ પાંચ કોરોના રસીને મંજૂરી મળી ચુકી છે.

    બાંગ્લાદેશ સરકારે મંજૂરી આપેલ જોન્સન એન્ડ જોન્સનની સિંગલ ડોઝ કોરોના રસીને આ વર્ષના માર્ચ મહિનામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા મંજૂરી મળી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply