ઉત્તર કોરિયાએ ત્રણ અમેરિકી નાગરિકને છોડ્યા
Live TV
-
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે મુલાકાત પહેલા ઉત્તર કોરિયાએ સંબંધો સામાન્ય કરવા માટે પગલું ભર્યું છે. ત્રણ અમેરિકન કેદીઓને છોડ્યા છે. અમેરિકી વિદેશ પ્રધાન માઇક પોંપીયો કેદીઓને લઈને અમેરિકા રવાના થયા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથેની મુલાકાત પહેલા ઉત્તર કોરિયાએ ત્રણ અમેરિકી કેદીઓને છોડીને અમેરિકાને મોટી ભેટ આપી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે, ઉત્તર કોરિયા દ્વારા કસ્ટડીમાં લેવાયેલા ત્રણ અમેરિકી નાગરિકોને લઈને વિદેશ મંત્રી માઇક પોંપીયોની સાથે ઘરે પરત પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના વિદેશ મંત્રી ગઈકાલે ઉત્તર કોરિયા પહોંચ્યા હતા. જાપાન, ચીન અને દક્ષિણ કોરિયા વચ્ચે પ્રથમ ત્રિપક્ષીય શિખર સંમેલનના સમયે પોપીંયો અહીં પહોંચ્યયા હતા.