Skip to main content
Settings Settings for Dark

સિરીયામાં આમને-સામને આવ્યા ઇઝરાયલ અને ઇરાન, બંન્ને તરફથી છોડવામાં આવી મિસાઇલ

Live TV

X
  • નેતન્યાહૂ સરકારે દાવો કર્યો છે કે ઇઝરાયલ અધિકૃત ગોલન હાઇટ્સમાં સિરીયા સાથેની સરહદ પર તેમના સૈન્યની જગ્યા પર હુમલો કરવામાં આવ્યો, જેમાં 20 રોકેટ અને મિસાઇલ તાકવામાં આવી છે. તો બીજી તરફ સિરીયાએ ઇઝરાયલ પર મિસાઇલ તાકવાનો આરોપ લગાવ્યો છે.

    દુનિયાની સૌથી મોટી શક્તિઓ વચ્ચે જંગનું મેદાન બની ચૂકેલા સિરીયામાં ઇઝરાયલ અને સિરીયા આમને-સામને આવી ગયા છે. ઇઝરાયલે આરોપ લગાવ્યો છે કે ઇરાની સુરક્ષાદળોએ સિરીયાની સરહદ પર તેમના સૈન્યની જગ્યાને નિશાન બનાવ્યું છે.

    નેતન્યાહૂ સરકારે દાવો કર્યો છે કે ઇઝરાયલ અધિકૃત ગોલન હાઇટ્સમાં સિરીયા સાથેની સરહદ પર તેમના સૈન્યની જગ્યા પર હુમલો કરવામાં આવ્યો, જેમાં 20 રોકેટ અને મિસાઇલ તાકવામાં આવી છે. તો બીજી તરફ સિરીયાએ ઇઝરાયલ પર મિસાઇલ તાકવાનો આરોપ લગાવ્યો છે.

    આ હુમલો ઇઝરાયલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહૂના રશિયા પ્રવાસની વચ્ચે થયો છે. બેન્જામિન નેતન્યાહૂએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથેની મુલાકાત બાદ કહ્યું કે ઇઝરાયલને ઇરાન સાથે પોતાની સુરક્ષા કરવાનો હક્ક છે. એકબાજુ જ્યાં ઇઝાયલ સીરિયા પર હુમલાનો આરોપ લગાવી રહ્યું છે તો બીજી તરફી સિરીયાએ દાવો કર્યો છે રાજધાની દમિશ્કની પાસે ઇઝરાયલે હુમલો કર્યો છે.

    સિરીયાની સરકારી મીડિયાએ દાવો કર્યો છે દમિશ્કની બહારની સરહદ પર એક ઇઝરાયલી હુમલામાં મરનાર લોકોની સંખ્યા વધીને 15 થઇ ગઇ છે. તેમાં અસદ સમર્થક ગેર-સિરીયાઇ યોદ્ધાઓ સહિત આઠ ઇરાની નાગરિકોને પણ સમાવેશ થાય છે.

    સિરીયાની સેનાએ દમિશ્ક નજીક એક જિલ્લામાં ઇઝરાયલ દ્વારા છોડવામાં આવેલી બે મિસાફલને તોડી પાડવાનો દાવો કર્યો છે. ઇઝરાઇલ તરફતી કિસ્સવેહ જિલ્લા પર છોડવામાં આવેલી બે મિસાઇલને વિમાન રોધી સુરક્ષા સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવી છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
apply