લંડન હાઈકોર્ટઃ બ્રિટનમાં માલ્યાની સંપત્તિ થઈ શકે છે જપ્ત
Live TV
-
ભાગેડુ બિઝનેશમેન વિજય માલ્યાના મામલામાં ભારતીય બેન્કોને મોટી સફળતા. લંડન હાઈકોર્ટે કહ્યું, વિજય માલ્યા વિરુદ્ધ ભારતીય કાયદા દ્વારા આપવામાં આવેલા નિર્ણયને બ્રિટનમાં કરી શકાય છે લાગૂ. મામલાની આગામી સુનાવણી 11 જુલાઈએ હાથ ધરાશે.
બ્રિટનની એક કોર્ટે કહ્યું કે ભારતીય કોર્ટના નિર્ણયને કાયદાકીય રૂપથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં હાજર ઉદ્યોગપતિ વિજય માલ્યાની સંપત્તિઓ પર લાગૂ થઈ શકે છે. આ પહેલા કોર્ટે કહ્યું કે માલ્યાને કાયદાથી ભાગેડુ જાહેર કરી શકાય છે. નાણાકિય કૌભાંડના આરોપમાં ફસાયેલો માલ્યા મની લોન્ડ્રિંગનો સામનો કરી રહ્યો છે. કોર્ટે જજને સુનાવણી દરમિયાન કહ્યું કે વિજય માલ્યા પર 9 હજાર કરોડ રૂપિયાથી વધુની બેન્ક લોન છે. હાઈકોર્ટના પ્રવર્તન અધિકારી હવે ઈંગ્લેન્ડ અને વેલ્સ સ્થિત તેની સંપ્તિઓ કબજે કરી શકાય છે. લંડનની હાઈકોર્ટના જજે પોતાના નિર્ણયમાં ભારતીય કોર્ટના તે આદેશને યોગ્ય ઠેરવ્યો ભારતના 13 બેન્ક માલ્યાથી 1.55 અરબ ડોલરની રકમ વસૂલવાને પાત્ર છે.