કાબુલમાં 3 બૉમ્બ બ્લાસ્ટ, અનેક લોકોના મોતની આશંકા
Live TV
-
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ફરી એકવાર બૉમ્બ ધડાકાથી ધણધણી ઉઠ્યું. આતંકીઓએ એકાએકા ત્રણ બૉમ્બ બ્લાસ્ટ કરી ઘટનાને અંજામ આપ્યો છે. આતંકી હુમલામાં અનેક લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે.
મળતી માહિતી મુજબ અજ્ઞાત ચરમપંથીઓએ ઘટનાને અંજામ આપ્યો છેય. પ્રથમ હુમલો કાબુલ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આત્મઘાતી હુમલો કર્યો હતો. ત્યારબાદ એક બંદુકધારી શખ્સ પુલિસ પરિસરમાં ઘુસી ગયો હતો. સુરક્ષાદળ અને ચરમપંથીઓ વચ્ચે અથડામણ ચાલુ જ છે.
બીજો હુમલો એક વ્યવસાયિક પરિસરમાં થયો હતો. પોલિસના જણાવ્યા મુજબ આત્મઘાતી હુમલાખોરે પોલિસ સ્ટેશન નજીક પોતાની ઉડાવી દીધો હતો.
સ્થાનિક મીડિયાના રીપોર્ટ પ્રમાણે ધડાકાઓ સાથે જબરજસ્ત ગોળીબારી પણ થઇ રહી છે.
આ પ્રકારે થતા મોટા ભાગના હુમલા તાલિબાન અથવા તો પોતાને ઇસ્લામિક સ્ટેટ કહેનારા ચરમપંથી સંગઠનના બંદૂકધારીઓએ ઘટનાને અંજામ આપ્યો છે.
અંકિત ચૌહાણ, સોશિય મીડિયા ડેસ્ક