દુનિયાના 10 સૌથી શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં પીએમ મોદીને સ્થાન
Live TV
-
ફોર્બ્સએ દુનિયાની 75 સૌથી શક્તિશાળી હસ્તિઓની યાદી-2018 જાહેર કરી, જેમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9મા સ્થાને છે. ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે મોદી સરકારના સૌથી મોટા નિર્ણયથી પીએમ મોદીની પ્રસંશા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફોર્બ્સની ટોપ 10 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં 9 નંબર પર છે. ફોર્બ્સે નિવેદન જાહેર કરીને કહ્યું કે, મોદીનો નોટબંધીના નિર્ણય ભ્રષ્ટાચાર ખતમ કરવાની દિશામાં મોટું પગલું હતું. બીજી તરફ, પહેલીવાર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ યાદીમાં 1 નંબરે પહોંચ્યા છે. તેઓએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીનને પાછળ છોડી દીધા છે.
વિશ્વના ટૉપ ટૅન વ્યક્તિઓની યાદી
1. શી જિનપિંગ (ચીનના રાષ્ટ્રપતિ)
2. વ્લાદિમીર પુતીન (રશિયાના રાષ્ટ્રપતિ)
3. ડોનાલ્ડ ટ્રમ્પ (અમેરિકન રાષ્ટ્રપતિ)
4. એન્જેલા મર્કેલ (જર્મન ચાન્સેલર)
5. જેફ બેજોસ (એમેઝોના સીઈઓ)
6. પોપ ફ્રાન્સિસ
7. બિલ ગેટ્સ (માઇક્રોસોફ્ટના ફાઉન્ડર)
8. મોહમ્મદ બિન સલમાન અલ સઉદ (સાઉદી અરબના પ્રિન્સ)
9. નરેન્દ્ર મોદી, (પ્રધાનમંત્રી, ભારત)
10. લૈરી પેજ (ગૂગલના કો-ફાઉન્ડર)અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક