વિજય માલ્યાને યુકેની કોર્ટથી ઝટકો
Live TV
-
વિજય માલ્યાને યુકેની કોર્ટથી ઝટકો લાગ્યો છે. લંડનની કોર્ટે ભારતીય બેંકો તરફથી 10હજાર કરોડથી વધુ રૂપિયા પરત લેવા માટે દાખલ કરેલા કેસની અરજીની સુનાવણી હાથ ધરી હતી
વિજય માલ્યાને યુકેની કોર્ટથી ઝટકો લાગ્યો છે. લંડનની કોર્ટે ભારતીય બેંકો તરફથી 10હજાર કરોડથી વધુ રૂપિયા પરત લેવા માટે દાખલ કરેલા કેસની અરજીની સુનાવણી હાથ ધરી હતી, જેમાં લંડન કોર્ટે વિજય માલ્યા વિરુદ્ધ ફેંસલો સંભળાવ્યો છે. કેસની સુનાવણીમાં જજે જણાવ્યુ હતું કે, IDBI બેંક સહિત બધી બેંકો ભારતીય કોર્ટ તરફથી કરવામાં આવેલા આદેશને લાગુ કરી શકે છે. કોર્ટે કહ્યું હતુ કે આ હુકમ વિજય માલ્યા અને તેમની દેવાળિયા કંપની કિંગફિશર એરલાઈન્સે 1.4 અબજ ડોલર ઈરાદા પૂર્વક ન ચૂકવાવાના કેસ સાથે સંબંધિત છે. જજે દુનિયાભરની વિજયમાલ્યાની સંપત્તિ જપ્ત કરવાના આદેશને બદલવાનો પણ ઈનકાર કરી દીધો હતો.