ઉત્તર કોરિયાએ પરમાણુ કેન્દ્ર બંધ કરવાનો નિર્ણય કર્યો
Live TV
-
કિમનું આ પગલું શુક્રવારે શિખર બેઠક બાદ મૈત્રી પૂર્ણ સંબંધની દિશામાં હાથ ધરાયું છે.
શિખર બેઠક બાદ અને દક્ષિણ કોરિયા સાથે મુલાકાત બાદ કિમ જોનના વલણમાં નરમાશ જોવા મળી રહી છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોન ઊને કહ્યું છે કે, પોતાના દેશના ટાઇમ ઝોનને દક્ષિણ કોરિયાના ટાઇમ ઝોન અનુરૂપ બનાવવા માટે દેશની ઘડિયાળનો સમય 30 મિનિટ આગળ વધારશે.
કિમનું આ પગલું શુક્રવારે શિખર બેઠક બાદ મૈત્રી પૂર્ણ સંબંધની દિશામાં હાથ ધરાયું છે. વર્ષ 2015માં વિભાજીત થયા બાદ બંને દેશોનો સમય એ સમયે અલગ થયો હતો. જ્યારે ઉત્તર કોરિયાએ પોતાના માનક સમયને દક્ષિણ કોરિયાથી 30 મિનિટ પાછળ કર્યો હતો.
ઉપરાંત કિમ જોન ઊને પોતાની ન્યૂક્લિયર નેટ સાઇટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાએ ઉત્તર કોરિયાના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. આવતા મહિને ઉત્તર કોરિયા અને અમેરિકાના નેતા વચ્ચે બેઠક યોજાનાર છે. જેને ધ્યાનમાં લઈને અમેરિકી વિદેશમંત્રીએ જણાવ્યું છે કે, પરમાણુ સાઇટ બંધ કરવાના પગલાંનું સ્વાગત કરીએ છીએ પરંતુ ઉત્તર કોરિયાએ હજુ ઘણા પગલાંઓ ભરવાની જરૂર છે.