Skip to main content
Settings Settings for Dark

સીરિયામાં મિસાઇલ અટેકથી 2.60ની તીવ્રતાનો ભૂકંપ; 26નાં મોત

Live TV

X
  • સીરિયામાં ગઇકાલે રવિવારે મોડી રાત્રે મિલિટરી સાઇટ્સ પર મિસાઇલ અટેક થયો હતો. આ હુમલો એટલો પ્રચંડ હતો કે, અહીં 2.60ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

    સીરિયામાં ગઇકાલે રવિવારે મોડી રાત્રે મિલિટરી સાઇટ્સ પર મિસાઇલ અટેક થયો હતો. આ હુમલો એટલો પ્રચંડ હતો કે, અહીં 2.60ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે 26 પ્રો-ગવર્મેન્ટ ફાઇટર્સના મોત થયા છે. અહીંના લોકલ રિપોર્ટ્સ અનુસાર, આ મિસાઇલ આર્મી આઉટપોસ્ટને ટાર્ગેટ કરીને છોડવામાં આવી હતી. સ્ટેટ ટેલિવિઝનના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે 10.30 વાગ્યે હામા અને અલેપ્પો શહેરમાં મિસાઇલ બ્લાસ્ટ્સ થયા હતા.

    ઇઝરાયેલ દ્વારા હુમલો થયાની આશંકા

    - અહીંના આર્મી સૂત્રોના જણાવ્યા અનુસાર, સીરિયા પર વધુ એક વખત મિસાઇલ એરસ્ટ્રાઇક્સ કરવામાં આવી છે. રવિવારે હામા અને અલેપ્પો શહેરમાં રોકેટ્સ મિસાઇલ્સ જોવા મળી હતી. 
    - યુકે બેઝ્ડ સીરિયન ઓબ્ઝર્વેટરી હ્યુમન રાઇટ્સે આ મિસાઇલ સ્ટ્રાઇક ઇઝરાયેલ દ્વારા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી છે.

    2.60ની તીવ્રતાનો ભૂકંપ

    - યુરોપિયન-મેડીટેરિઅન સિઝમોલોજિકલ સેન્ટર (EMSC)એ બ્લાસ્ટ બાદ આ વિસ્તારોમાં 2.60ની તીવ્રતાનો ભૂકંપ આવ્યાનું નોંધ્યું છે. 
    - સંદિગ્ધ હુમલામાં 26 જેટલાં પ્રો-ગવર્મેન્ટ ફાઇટર્સના પણ મોત થયા છે. જેમાં સૌથી વધુ ઇરાનના સૈનિકો હતા. 
    - નોર્થ સીરિયાના 47 રેજિમેન્ટને ટાર્ગેટ બનાવીને આ એરસ્ટ્રાઇક્સ આર્મ ડેપોને નષ્ટ કરવા માટે કરવામાં આવી હતી. 
    - આ હુમલામાં મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. કારણ કે, એરસ્ટ્રાઇક્સના કારણે 60 જેટલાં ફાઇટર્સ ઘાયલ થયા છે, ઉપરાંત અનેક લોકો ગૂમ થયાના સમાચાર છે.

    ઇરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવમાં થશે વધારો

    - ગત રાત્રે થયેલી એરસ્ટ્રાઇક બાદ ઇરાન અને ઇઝરાયલની વચ્ચે તણાવમાં વધારો થશે. આ મહિનાની શરૂઆતમાં પણ ઇઝરાયલ દ્વારા એર બેઝ પર હુમલો કર્યો હોવાના સમાચાર હતા. 
    - ઇરાન, સીરિયા અને રશિયાએ આ એરસ્ટ્રાઇક્સ ઇઝરાયલે કરાવી હોવાની આશંકા વ્યક્ત કરી છે. જો કે, ઇઝરાયલે હજુ સુધી આ મુદ્દે કોઇ નિવેદન આપ્યું નથી. 
    - તહેરાનમાં પ્રેસિડન્ટ બશર અસદની આર્મીમાં હજારો ઇરાની સૈનિકો મોકલ્યા હતા. અહીં છેલ્લાં સાત વર્ષોથી આતંરયુદ્ધ ચાલી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
apply